સનસ્ક્રિન ખરીદતા પહેલા અમુક વાતોનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. તમે જે સનસ્ક્રિન ખરીદો છો એમાં spf ના કેટલા ગુણ રહેલા છે. એ પણ જાણવું જરૂરી છે. અને કેટલા spf ના ગુણ વાળું સનસ્ક્રિન ખરીદવું જોઈએ. તેની પણ જાણકારી હોવી જોઈએ. તો જે સનસ્ક્રિનમાં spf 15 થી લઇ spf 50 ના ગુણ હોઈ તેવા સનસ્ક્રિન ખરીદવા જોઈએ.
અહીં 5 એવા સનસ્ક્રિનની વાત કરી છે જે તમે ઉપયોગમાં લઇ શકો છો ને જે તમને પરિણામ પણ સારું આપશે.
1. LOTUS herbal safe sun matte look daily sunblock spf 40 PA+++

3 in 1 મેટ લૂક સનબ્લોક બધી સ્કીન માટે અનુકૂળ છે. ઓઈલી હોઈ કે પછી ડ્રાય સ્કીન.
આ સનસ્ક્રિન લગાવ્યા બાદ 10 થી 15 મિનિટમાં તે સ્કીનમાં ઉતરી જાય છે. અને મેટ લૂકમાં સેટ થઈ જાય છે.
જો તમારી સ્કીન ડ્રાય હોઈ તો જરૂર થી આ સનસ્ક્રિન નો ઉપયોગ કરવો. જો ડ્રાય સ્કીન હોઈ તો આ સનસ્ક્રિન લગાવ્યા બાદ થોડું મૉસ્ટરાઇઝર લગાવું.
આ સનસ્ક્રિન મીડીયમ કવરેજ પણ આપે છે.
3-4 કલાક ઓઇલ ફ્રી રાખે છે જો મૉસ્ટરાઇઝર ના લગાવ્યું હોઈ તો.
2. VLCC matte look sunscreen spf 30

આ સનસ્ક્રિન રક્ષણ આપે છે સૂર્યના હાનિકારક કિરણોથી.
નોન સ્ટીકી છે સાથે મેટ ફિનિશ લૂક આપે છે. સ્કીન ને હાઈડ્રેટેડ અને સોફ્ટ રાખે છે.
આ ક્રીમ સૂર્યના UVA અને UVB કિરણોથી રક્ષણ આપશે. બહાર જતા પહેલા 20 મિનિટ પહેલા લગાવો.
3. LAKME sun expert Uv lotion spf 50 PA++

આ સનસ્ક્રીન 97% સ્કીનને રક્ષણ આપે છે. સૂર્યના કિરણોથી. રક્ષણ કરે છે સાથે સ્કીન નો ઓરિજિનલ ટોન પણ જાળવી રાખે છે.
ડાર્ક સ્પોટ્સ પણ ઓછા કરે છે. સાથે પ્રિ એજિગ પણ અટકાવે છે. ઉપરાંત સ્કીન ડેમેજ થતી પણ અટકાવે છે.
4. BOUTIQUE sandalwood ultra ssoothing face cream spf 50 UVA/UVB sunscreen

આ સનસ્ક્રિન સ્કીન ને સોફ્ટ ફેર અને મોસ્યુરાઈઝ રાખે છે. આમાં spf 50 ના ગુણ છે. સ્કીન ના ટેક્સચરને પણ સારું કરે છે.
દરોજ વાપરવા માટે સારું સનસ્ક્રિન છે. તમારી સ્કીન ગમે તે હોઈ બધા માટે અનુકૂળ છે. બહુજ સારી રીતે સ્કિનમાં ઉતરી જાય છે.
5. WOW skin science anti pollution sunscreen spf 40

All in one sunscreen. સૂર્યથી રક્ષણની સાથે સ્કીનને પ્રદુષણથી પણ બચાવે છે. તથા સ્કિનને ડેમેજ થતા પણ અટકાવે છે.
બહાર જતા પહેલા 15-20 મિનિટ પહેલા લગાવો. જો તમે વધુ બહાર રહેતા હોવ તો દર બે કલાકે આ સનસ્ક્રિન લગાવો.
આ સનસ્ક્રિન મીનેરલ ઓઈલ મુક્ત છે. પેરાબેન અને સિલીકોન મુક્ત છે.
દરોજ એનો ઉપયોગ કરી શકો છો. કોઈ આડઅસર નહિ થાઈ.




